Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગર નજીકથી ધાડની તૈયારી કરતી ગેંગને દબોચી લેતું એલસીબી

જામનગર નજીકથી ધાડની તૈયારી કરતી ગેંગને દબોચી લેતું એલસીબી

- Advertisement -

જામનગર તાલુકાના મોખાણા નજીક નદીના બેઠા પુલ પાસેથી ઘાતક હથિયારો સાથે ધાડપાડુ ગેંગ એકઠી થવાની બાતમીના આધારે એલસીબીની ટીમે બે બાઈક, મોબાઇલ ફોન અને રોકડ સહિત રૂા.1 લાખના મુદ્દામાલ સાથે એક સગીર સહિત પાંચ શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા ચાર લૂંટ અને ચોરી આચર્યાની કેફિયત આપી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર તાલુકામાં મોખાણા ગામમાં આવેલી નદીના બેઠા પુલ પાસે લૂંટ અને ચોરી આચરતી ગેંગ ધાડ પાડવાના ઈરાદે ઘાતક હથિયારો સાથે હોવાની સંજયસિંહ વાળ, વનરાજ મકવાણા અને ધાના મોરીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એલસીબી પીઆઈ એસ.એસ. નિનામા તથા પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તેમજ પેરોલ ફર્લો સ્કવોર્ડના પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કાસમભાઈ બ્લોચ, લખધીરસિંહ જાડેજા સહિતના સ્ટાફે મોખાણા ગામે ત્રાટકીને સગીર સહિત પાંચ શખસોને ઝડપી લીધા હતાં.
એલસીબીએ સંતોષ ગુમાન બધેલ (રહે. ગરબડી, તા. કુકશી થાના બડા જિ. ધાર મ.પ્ર.), દિનેશ રડુ ડાવર (રહે. બડકછ સેડક ફળિયા તા.કુકશી જિ. ધાર મ.પ્ર.), અનિલ કરમશી ભુરિયા (રહે.ઉનલીગામ ભીલાડ ફળિયા, તા. કુકશી, જિ. ધાર મ.પ્ર.), રવિ જવેરચંદ માવડા (રહે. કાકરકુવા માવડા ફલિયુ તા. કુકશી, જિ. ધાર મ.પ્ર.) અને એક સગીર સહિત પાંચ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી છરી, પાઈપ, કુહાડી, લાકડી જેવા હથિયારો કબ્જે કરી બે બાઈક અને મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ સહિત રૂા.1,04,590 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ ધાડપાડુ ગેંગે છેલ્લાં એક માસ દરમિયાન કાલાવડના હેલીપેડ કોલોની પાસે રહેતા અજ ઠાકરીયાનું આરજે.3.જેએસ.8170 નંબરનું 40 હજારનું બાઈક તેમજ ધ્રોલ તાલુકાના લતીપરના દિપક ઝાલાવડિયાના મકાનમાંથી 35 હજારની કિંમતનું જીજે.10.સીઆર.0422 નંબરનું બાઈક તથા જોડિયા તાલુકાના પીઠડ ગામમાં હેમરાજ મેંદપરાના મકાનમાં છ શખ્સોને લાકડી, લોખંડના કોયતા અને પથ્થર સાથે આવી દરવાજા તોડી હેમરાજને મોઢે ડૂમો દઈ 5000 ના મોબાઇલની લૂંટ ચલાવી હતી તથા 10 દિવસ પૂર્વે મોરબીના આમરણથી ખાનપર જવાના માર્ગ પર યુવાનની બાઈક અને મોબાઇલ ફોન તેમજ રેઈન કોટની લૂંટ ચલાવ્યાની કેફિયત આપી હતી.

બે બાઇક ચોરી અને બે લૂંટની કેફિયત આપતા એલસીબીની ટીેમે સગીર સહિત પાંચ શખ્સો વિરૂધ્ધ લૂંટ અને ધાડની તૈયારીનો ગુનો નોંધી બે લૂંટનો અને બે ચોરીનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular