લાલપુર તાલુકાના હરીપર ગામના પાટીયા પાસેથી એલસીબીની ટીમે વોચ ગોઠવી અને એક શખ્સને લાયસન્સ વગરની પિસ્તોલ અને ત્રણ કાર્ટીસ સાથે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા આ પિસ્તોલ જુનાગઢના શખ્સ પાસેથી લીધી હોવાની કેફિયત આપી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના હરીપર ગામમાં ગેરકાયદેસર પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની એલસીબીના ફિરોજ દલ અને વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબનો શખ્સ પસાર થતા ટીમે મહંમદ ઉર્ફે કારો બોદુ ખીરા (રહે. નાની માટલી, જી.જામનગર) નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.25 હજારની કિંમતની લાયસન્સ વગરની ગેરકાયદેસર પિસ્તોલ અને રૂા.300 ની કિંમતના ત્રણ નંગ કાર્ટીસ મળી આવતા પોલીસે રૂા.25,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
તેમજ એલસીબીની ટીમે મહંમદની પૂછપરછ હાથ ધરતા આ પિસ્તોલ અને કાર્ટીસ જૂનાગઢના દુષ્યંતસિંહ ઉર્ફે ડીએન પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા પોલીસે બન્ને શખ્સ વિરૂધ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી લાલપુર પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફે જૂનાગઢના શખ્સની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
લાલપુરના હરીપર પાસેથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે શખ્સ ઝડપાયો
એલસીબીએ બાતમીના આધારે દબોચ્યો : એક પિસ્ટોલ અને ત્રણ કાર્ટીસ કબ્જે કર્યા : જૂનાગઢના શખ્સની સંડોવણી ખુલ્લી