Wednesday, February 25, 2026
Homeરાજ્યપાર્ક કરેલ ટ્રક પાછળ ઘૂસી જતાં બાઇકસવારનું મોત

પાર્ક કરેલ ટ્રક પાછળ ઘૂસી જતાં બાઇકસવારનું મોત

ધ્રોલ તાલુકાના લતીપર નજીક રાત્રિના બનાવ : ગંભીર ઈજા પહોંચતા શ્રમિક યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ

ધ્રોલ તાલુકાના લતીપર ગામ નજીક પાર્ક કરેલા ટ્રક પાછળ પૂરઝડપે આવતુ બાઈક ઘૂસી જતાં ગંભીર ઈજા પહોંચવાથી ચાલકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના જસાપર ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતો રાજુ નવલસિંગ વસુનિયા (ઉ.વ.33) નામનો શ્રમિક યુવાન બુધવારે રાત્રિના સમયે તેના એમપી-69-એમડી-9950 નંબરના બાઈક પર જતો હતો ત્યારે ધ્રોલ તાલુકાના ટંકારિયા માર્ગ પર લતીપર ગામ નજીક પાર્ક કરેલ જીજે-10-વી-5296 નંબરના ટ્રકમાં પાછળથી ઘૂસી જતાં અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક રાજુને શરીરને અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણના આધારે પીએસઆઈ એમ.એન.જાડેજા તથા સ્ટાફે કિશોર દલવાડીના નિવેદનના આધારે બાઈકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular