Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર તાલુકાના ચાંપાબેરાજામાંથી ઘોડીપાસાની મીની ક્લબ ઝડપાઇ

જામનગર તાલુકાના ચાંપાબેરાજામાંથી ઘોડીપાસાની મીની ક્લબ ઝડપાઇ

એલસીબી દ્વારા દરોડો: નવ શખ્સો રૂા.2.72 લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે

- Advertisement -

જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામની સીમમાં ઘોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સોને એલસીબીએ રેઇડ દરમ્યાન રૂા.2.72 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના ચાંપા-બેરાજા ગામની સીમમાં રાજપાલસિંહ ખોળુભા જાડેજા તેની વાડીમાં ઘોડીપાસાનો જુગાર રમાડતા હોવાની હે.કો. કાના મોરી અને વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપેન ભદ્રનની સૂચનાથી પીઆઈ કે.જી. ચૌધરી, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન રાજપાલસિંહ ખોળુભા જાડેજા, મોસીન ઉર્ફે છોટિયો સત્તાર સાટી, સુરેશ રમેશ જાદવ, વલી શેરૂ મલેક, અબ્દુલ ગફાર ખફી, વિજય જેઠા ગોહિલ, અશરફ અકરમ દરજાદા, જેનુર મુસા મનોરિયા, વિપુલ મુળજી વાઘેલા નામના નવ શખ્સોને રૂા.1,07,200ની રોકડ રકમ અને ચાર બાઇક મળી કુલ રૂા.2,72,200ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular