Thursday, October 22, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક બાઇકની ઠોકરે મહિલા ઇજાગ્રસ્ત

ખંભાળિયા નજીક બાઇકની ઠોકરે મહિલા ઇજાગ્રસ્ત

સામોર ગામમાં વસવાટક રતાં મહિલા રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યા મોટરસાયકલની હડફેટે ચઢી જતાં તેમને ફ્રેકચર સહિતની ગંભીર ઇજાઓ થવા પામી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સામોર ગામની સીમમાં રહેતા વેજીબેન દિનેશભાઈ દાનાભાઈ આંબલિયા (ઉ.વ.42) નામના મહિલા રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા મોટરસાયકલના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી, વેજીબેનને હડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જીને આરોપી મોટરસાયકલ ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular