Homeરાજ્યહાલારસસરાના ઘરે આવેલા જમાઇને ઇલેકટ્રીક શોક લાગતા મોત

સસરાના ઘરે આવેલા જમાઇને ઇલેકટ્રીક શોક લાગતા મોત

પાણીની ઇલેકટ્રીક મોટર ચાલુ થતી ન હોય અડતા શોક લાગ્યો: પોલીસ દ્વારા મૃતદેહને પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી

જામસર ગામે સસરાના ઘરે આવેલા જમાઇ મોટર ચાલુ કરવા જતાં ઇલેકટ્રીક શોક લાગતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ વિનયભાઇ વસંતલાલ વરૂ (ઉ.વ.40) તેમના પત્ની અને બન્ને સંતાનો સાથે જામસર ગામે તેના સસરાના ઘરે ગયા હતાં. આ દરમ્યાન તા. 10ના રાત્રિના સમયે ગામમાં નળ કનેકશનમાં પાણી આવતાં પાણીની ઇલેકટ્રીક મોટર લગાવતાં મોટર ચાલુ થતી ન હોય જેથી પાણીની મોટરને અડતાં ઇલેકટ્રીક શોક લાગતાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું ઇલેકટ્રીક શોક લાગવાથી મૃત્યુ નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પત્ની પ્રવીણાબેન દ્વારા પોલીસને જાણ કરાતા જોડિયાના એએસઆઇ સી. એલ. ચિહલા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular