જામસર ગામે સસરાના ઘરે આવેલા જમાઇ મોટર ચાલુ કરવા જતાં ઇલેકટ્રીક શોક લાગતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ વિનયભાઇ વસંતલાલ વરૂ (ઉ.વ.40) તેમના પત્ની અને બન્ને સંતાનો સાથે જામસર ગામે તેના સસરાના ઘરે ગયા હતાં. આ દરમ્યાન તા. 10ના રાત્રિના સમયે ગામમાં નળ કનેકશનમાં પાણી આવતાં પાણીની ઇલેકટ્રીક મોટર લગાવતાં મોટર ચાલુ થતી ન હોય જેથી પાણીની મોટરને અડતાં ઇલેકટ્રીક શોક લાગતાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારઅર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું ઇલેકટ્રીક શોક લાગવાથી મૃત્યુ નિપજયાનું જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પત્ની પ્રવીણાબેન દ્વારા પોલીસને જાણ કરાતા જોડિયાના એએસઆઇ સી. એલ. ચિહલા સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


