Homeરાજ્યજામનગરજામનગરમાં ઓફિસ બહાર ઝઘડો કરવાની ના પાડતાં બાઇક સળગાવ્યું

જામનગરમાં ઓફિસ બહાર ઝઘડો કરવાની ના પાડતાં બાઇક સળગાવ્યું

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં ઓફિસની બહાર ઝઘડો કરવાની ના પાડતા શખ્સ ઉશ્કેરાઇ જતાં ફરિયાદીના મોટરસાયકલ ઉપર સ્ફોટક પદાર્થ નાખી સળગાવી દીધાની ઘટના અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ મૂળ નવરંગપુરાના અને હાલ જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં સિલ્વર એગ્રી ઇમ્પેક્સમાં રહેતાં કેવિનભાઇ હિતેષભાઇ રોલાની ઓફિસ બહાર સમીર રફીક ખત્રી અને તેનો મિત્ર જશ આશર ઝઘડો કરતા હોય જેથી ફરિયાદીએ ઓફિસ બહાર ઝઘડો કરવાનું કહેતા આરોપી સમીરને ખોટું લાગી જતાં ફરિયાદીની ઓફિસ બહાર પડેલ જીજે10 સીઆર 8584 નંબરના ફરિયાદીના એક્સેસ મોટરસાયકલ ઉપર કોઇ સ્ફોટક પદાર્થ નાંખી સળગાવી નાખ્યું હતું અને રૂા. 30 હજારનું નુકસાન પહોંચાડયું હતું. આ અંગે કેવિનભાઇ દ્વારા સમીર રફિક ખત્રી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular