Saturday, November 14, 2026
Homeરાજ્યજામનગરવાલસુરામાં બિમારીથી કંટાળી મહિલાની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

વાલસુરામાં બિમારીથી કંટાળી મહિલાની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

જામનગરના આઇએનએસ વાલસુરામાં ફરજ બજાવતાં કર્મચારીની પત્નીએ પાંચ મહિનાથી થયેલી માનસિક બિમારીથી કંટાળીને તેના ઘરે સ્ટીલની ગ્રીલમાં રબ્બરના વાયર વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ હરિયાણાના રેવાડી જિલ્લાના રામગઢ ગામના વતની અને હાલ જામનગરમાં આઇએનએસ વાલસુરામાં 20 વર્ષથી ફરજ બજાવતા પવનકુમાર દિલસુખરામ દહિયા નામના કર્મચારીના પત્ની ચેતનાબેન પવનકુમાર દહિયા (ઉ.વ.42) નામના મહિલાને છેલ્લા પાંચ માસથી માનસિક બિમારી થઇ હતી. જેની સારવાર ચાલુ હતી અને સારવાર ચાલુ હોવા છતાં તબિયતમાં સુધારો થતો ન હતો. માનસિક બિમારીથી કંટાળેલી મહિલાએ શુક્રવારે સવારના સમયે તેના ઘરે છતની કેબિન પાસે રહેલી સ્ટીલની ગ્રીલમાં રબ્બરના વાયર વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબિબોએ તેમનું મોત નિપજયાનું જાહેર કર્યું હતું. બનાવ અંગે મૃતકના પતિ દ્વારા જાણ કરાતાં એએસઆઇ એફ. જી. દલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular