Saturday, November 14, 2026
Homeરાજ્યજામનગરનાઘેડીમાં જંગી દારૂ પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ - VIDEO

નાઘેડીમાં જંગી દારૂ પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ – VIDEO

દોઢ માસ પૂર્વે એસ.એમ.સી.નો દરોડો : રેન્જ આઇજી દ્વારા તપાસ : હે.કો.ની સંડોવણી ખુલી : રાજકોટ (ગ્રામ્ય) બદલી કરી સસ્પેન્ડ : પોલીસબેડામાં ફફડાટ

જામનગર તાલુકાના નાઘેડી ગામ નજીક એસ.એમ.સી.ની ટીમે રેઇડ દરમ્યાન એક કરોડનો જંગી દારૂનો જથ્થો ઝડપી લીધાના બનાવમાં તપાસ દરમ્યાન હે.કો.ની ભૂમિકા ખુલતા તાત્કાલિક પોલીસકર્મીની બદલી કરી સસ્પેન્ડ કરી દેવાતા પોલીસબેડામાં ફફડાટ ફેલાઇ ગયો છે.

- Advertisement -
 

મળતી વિગત મુજબ જામનગર તાલુકાના નાઘેડી ગામ પાસે દોઢ મહિના પૂર્વે દારૂનો જંગી જથ્થો હોવાની બાતમીના આધારે એસ.એમ.સી.ની ટીમે રેઇડ કરી હતી. તે દરમ્યાન પોલીસે એક કરોડની કિંમતનો જંગી દારૂનો જથ્થો ઝડપી લઇ આ તપાસ દરમ્યાન કુખ્યાત બૂટલેગર રામ મોઢવાડિયાના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ત્યારબાદ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા આ દારૂના જંગી દરોડામાં સ્થાનિક પોલીસને ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન હે.કો. ક્રિપાલસિંહ જાડેજા અને બૂટલેગરના પરિવારજનોના મોબાઇલ દ્વારા થયેલી અનેક વખતની વાતચીતનો પર્દાફાશ થયો હતો. તેમજ ફોન કોલ અને પોલીસકર્મીના લોકેશનમાં પણ સંડોવણી ખુલ્લી હતી. આ પર્દાફાશ બાદ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા હે.કો. ક્રિપાલસિંહજાડેજાની તાત્કાલિક અસરથી રાજકોટ (ગ્રામ્ય) બદલી કરી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular