રંગોળી 2026ની પોતાની થીમ ‘Beyond the Screen’ દ્વારા લોકોને ડિજિટલ સ્ક્રીન અને સોશિયલ મીડિયાના અતિરેકથી દૂર રહી પુસ્તકો તરફ વળવાનો સંદેશ આપનાર કલાકાર અને વાંચનપ્રેમી રિધી શેઠ દ્વારા આ જ વિચારને આગળ ધપાવતાં બાળદિન નિમિત્તે એક અનોખી બુક ક્લબ મીટનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે સાંજે 5 થી 6-30 દરમિયાન Cafelito Cafe,JCR,, ઠેબા ચોકડી, જામનગર ખાતે આયોજીત આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ વાંચનનો શોખ ધરાવતા, નિયમિત પુસ્તકો વાંચતા તેમજ વાંચનની નવી શરૂઆત કરવા ઇચ્છતા સમાન વિચારધારા ધરાવતા લોકોને એક મંચ પર લાવવાનો છે.
આ કોઈ ઔપચારિક પુસ્તક સમીક્ષા કે વ્યાખ્યાનનો કાર્યક્રમ નથી, પરંતુ પુસ્તકો, પોતાનાવર્તમાન વાંચન, વિચારો અને રસપ્રદ સંવાદોની આપ-લે દ્વારા નવા મિત્રો અને વાંચનપ્રેમીઓને જોડવાનો એક નાનકડો પ્રયાસ છે.


