ખંભાળિયા પાસે પાયલ ચોકડી નજીક કેફી પીણુ પીને ટેન્કર ચલાવતા ડ્રાઇવરને ઝડપી લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ ખંભાળિયાથી આશરે 4 કિમી દૂર પાયલ ચોકડી પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. 40 લાખની કિંમતનું જી.જે. 39 બીટી 9383 નંબરનું ટેલર ટેન્કર લઈને નીકળેલા મૂળ રાજસ્થાન રાજ્યના બિયાવર જિલ્લાના રાઈપુર તાલુકાના રાયપુર તાલુકાના સચિન્દરસિંગ વિજયસિંગ રાજપૂત (ઉ.વ. 28)ને ટ્રાફિક પોલીસે ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.


