Saturday, November 14, 2026
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં પાંચ સ્થળોએ વાહન અકસ્માતમાં બે વ્યક્તિના મોત

દ્વારકા જિલ્લામાં પાંચ સ્થળોએ વાહન અકસ્માતમાં બે વ્યક્તિના મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના કર્મકાંડ કરતાં વૃદ્ધ બાઇક પર જતા હતા ત્યારે પોરબંદર હાઇવે ઉપર પુરપાટ આવતી બાઇક ધડાકાભેર વૃદ્ધના બાઇક સાથે અથડાતા ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. ઓખા-શિવરાજપુર હાઇવે ઉપર બેફિકરાઇથી આવી રહેલી બાઇકે રસ્તો ક્રોળ કરતાં મહિલાને હડફેટ લેતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા અને કર્મકાંડ સાથે સંકળાયેલા નંદલાલ દેવરાય ભોગાયતા નામના 65 વર્ષના બ્રાહ્મણ વૃદ્ધ તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર પોરબંદર હાઈવે પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 37 પી 4961 નંબરના એક મોટરસાયકલના ચાલકે નંદલાલભાઈ ભોગાયતાના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર હસમુખભાઈ નંદલાલ ભોગાયતા (ઉ.વ. 38)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે મોટરસાયકલના ચાલક સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

અકસ્માતનો બીજો બનાવ દ્વારકાથી આશરે 9 કિલોમીટર દૂર ઓખા હાઈવે રોડ પર શિવરાજપુર ખાતે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે આ માર્ગ પર ઓખા તરફથી આવી, હોટેલ રજવાડું પાસેથી રોડ ક્રોસ કરીને જઈ રહેલા એક આસામીને ઠોકરે લીધા હતા. જેના કારણે તેમને માથાના ભાગે તેમજ શરીરમાં ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી. જેથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે દ્વારકા પોલીસે કમુબેન કાનાભા સવાભા પરમાર (ઉ.વ. 50, રહે. શિવરાજપુર)ની ફરિયાદ પરથી અજાણ્યા મોટરકાર સામે ગુનો નોધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -

ત્રીજા બનાવમાં ખંભાળિયા-જામનગર હાઈવે માર્ગ પર અત્રેથી આશરે 3 કિલોમીટર દૂર અશોક શોરૂમ પાસેથી જી.જે. 37 એન. 8806 નંબરના મોટરસાયકલ પર જઈ રહેલા હરદેવસિંહ માધુભા જાડેજા (ઉ.વ. 34, રહે ગાયત્રીનગર)ના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 સી.કે. 7485 નંબરના મોટરસાયકલના ચાલકે અકસ્માત સર્જતા તેમને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

ચોથા બનાવમાં કલ્યાણપુર તાલુકાના માલેતા ગામે રહેતા યુસુફભાઈ અલીભાઈ ગજ નામના યુવાનના મોટરસાયકલ સાથે લાંબા ગામના બાયપાસ નજીક જી.જે. 12 એ.ઈ. 8219 નંબરના ફોર વ્હીલર ચાલકે અકસ્માત સર્જતા તેમને હાથ-પગમાં ઈજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જીને આરોપી ફોર વ્હીલર ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. જે અંગે કલ્યાણપુર પોલીસે દાઉદભાઈ અલીભાઈ ગજની ફરિયાદ પરથી ફોર વ્હીલર સામે ગુનો નોંધ્યો છે.

- Advertisement -

પાંચમો બનાવ કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા દેવાભાઈ હીરાભાઈ વેગડા (ઉ.વ. 22) નામના યુવાન તેમની સાથે ભાવેશભાઈ નામના એક આસામીને લઈને નવો મોબાઈલ ફોન ખરીદવા માટે મોટરકાર મારફતે જઈ રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે 13 કિલોમીટર દૂર ટંકારીયા ગામ નજીકની ગોલાઈ પાસેથી જી.જે. 37 બી. 2520 નંબરના એક ક્રેટા મોટરકારના ચાલકે ફરિયાદી દેવાભાઈના ફોર વ્હીલર વાહન સાથે અકસ્માત સર્જતા દેવાભાઈ તથા ભાવેશભાઈને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. જે અંગે કલ્યાણપુર પોલીસે ક્રેટા કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular