Friday, November 13, 2026
Homeરાજ્યહાલારસાડી હલર મશીનમાં ભરાતા માથું અથડાતાં પ્રૌઢાનું મોત

સાડી હલર મશીનમાં ભરાતા માથું અથડાતાં પ્રૌઢાનું મોત

જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં આવેલા ખેતરમાં હલર મશીનમાં મગફળી કાઢતાં પ્રૌઢાની સાડીનો છેડો મશીનમાં આવી જતાં માથું અથડાતાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં રહેતાં કમલાબેન ગણેશભાઇ સોનગરા (ઉ.વ.54) નામના પ્રૌઢા ગત્ તા. 11ના રોજ બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં ગામની સીમમાં આવેલા તેના ખેતરમાં મગફળી કાઢવાનું કામ કરતા હતા અને હલર મશીન દ્વારા મગફળી કાઢતા સમયે પ્રૌઢાની સાડીનો છેડો મશીનમાં આવી જતાં પ્રૌઢાનું માથું હલર મશીન સાથે અચાનક અથડાતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ પ્રૌઢાને સારવાર માટે જાંબુડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર માવજીભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. બી. એચ. લાંબરિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular