Friday, November 13, 2026
Homeરાજ્યહાલારફટાકડાની બાબતે જાતિ પ્રત્યે અપમાનિત કરી પિતા-પુત્ર ઉપર હુમલો

ફટાકડાની બાબતે જાતિ પ્રત્યે અપમાનિત કરી પિતા-પુત્ર ઉપર હુમલો

કાલાવડ તાલુકાના હરિપર (ખંઢેરા) ગામમાં રહેતાં યુવાનના ઘર પાસે ફટાકડા નાખવાની ના પાડતાં 6 શખ્સોએ એકસંપ કરી ફટાકડા તો અહીં જ ફૂટશે તેમ કહી યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી લાકડી વડે યુવાન તથા તેના પુત્ર ઉપર હુમલો કરી હુલ્લડ કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.

- Advertisement -

દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાની બાબતે જામનગર શહેર-જિલ્લામાં અનેક સ્થળોએ મારામારીના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. આ મારામારીના બનાવમાં કાલાવડ તાલુકાના હરિપર (ખંઢેરા) ગામમાં ભરવાડપા પાસે રહેતા અને મજૂરીકામ કરતાં દિનેશભાઇ વાલજીભાઇ ચૌહાણ (ઉ.વ.45) નામના યુવાનના ઘર પાસે ગોપાલ ભીમજી વકાતર, રાજેશ ભીમજી વકાતર, સાગર રૂપા મેવાડા, વિજય રૂપા મેવાડા, સુભાષ રમેશ મેવાડા, ભૂપત કનુ ખીંટ નામના 6 શખ્સો દિનેશભાઇના ઘર પાસે ફટાકડા ફોડતા હતા. જેથી તેણે ઘરથી દૂર જઇને ફટાકડા ફોડવાનું કહેતાં વિજયે યુવાનને ફટાકડા તો અહીં જ ફૂટશે તેમ કહી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો અને ત્યારબાદ 6 શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી લાકડી વડે યુવાન ઉપર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. દિનેશભાઇ ઉપર હુમલો થતાં તેનો પુત્ર અનિલ વચ્ચે પડતાં તેના ઉપર પણ 6 શખ્સોએ ઢીકાપાટુનો માર મારી હુલ્લડ કર્યું હતું.

ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડતાં 6 શખ્સોએ લાકડી વડે પિતા-પુત્ર પર હુમલો કર્યાના બનાવમાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે એસસી-એસટી સેલના ડીવાયએસપી મિત રૂદલાલ તથા સ્ટાફે એટ્રોસિટી, હુલ્લડનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular