જામનગર (દક્ષિણ) વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી દ્વારા દિવાળી પર્વની ઉજવણી ઝૂપડપટ્ટી વિસ્તારના બાળકો સાથે કરવામાં આવી હતી. તેમણે બાળકો સાથે ફટાકડા ફોડી મિઠાઇનું વિતરણ કરી દિવાળીનું પર્વ ઉજવ્યું હતું.
જામનગર શહેર-જિલ્લામાં દિવાળીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જામનગર (દક્ષિણ) વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી દ્વારા દર વર્ષની પરંપરા જાળવી રાખીને આ વર્ષે પણ દિવાળીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતાં નાના બાળકો સાથે દિવાળીની ખુશીઓ વહેંચી હતી. બાળકોમાં ચહેરા પર સ્મિત લાવવા અને તહેવારોની ખુશીઓમાં તેમને પણ સહભાગી બનાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ બાળકો સાથે ફટાકડા ફોડી બાળકોને મિઠાઇનું વિતરણ કર્યું હતું.
View this post on Instagram


