Thursday, November 12, 2026
Homeવિડિઓકાલાવડ-રાજકોટ હાઈવે પર બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત: CCTV

કાલાવડ-રાજકોટ હાઈવે પર બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત: CCTV

આરાધના હોટલ નજીક સર્જાયો અકસ્માત – બંને બાઇકચાલકોને ઈજા પહોંચતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા

જામનગર જિલ્લાના કાલાવડ-રાજકોટ હાઈવે પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. હાઈવે પર આવેલી આરાધના હોટલ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, બંને બાઇક પૂરઝડપે પ્રસાર થઈ રહી હતી તે દરમિયાન બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને બાઇકચાલકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. બંને ઈજાગ્રસ્ત બાઇકચાલકોને સારવાર અર્થે કાલાવડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાઈવે પર અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular