Wednesday, November 4, 2026
Homeરાજ્યહાલારખંભાળિયાના સોઢા તરઘડીમાં જુગાર અખાડા પર પોલીસનો દરોડો

ખંભાળિયાના સોઢા તરઘડીમાં જુગાર અખાડા પર પોલીસનો દરોડો

ખંભાળિયા પંથકમાં જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એ.એસ.પી. પ્રખર કુમારના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. સી.આર. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ આંબલીયા અને ભરતભાઈ જમોડને મળેલી બાતમીના આધારે પી.એસ.આઈ. ડી.એ. વાળાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ખંભાળિયા તાલુકાના સોઢા તરઘડી ગામે રહેતા અનિરુદ્ધસિંહ કેશરીસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવતા અહીં મોડી રાત્રિના સમયે દરોડો પાડવામાં આવ્યો હતો.

- Advertisement -

આ દરોડા દરમિયાન પોલીસે અનિરુદ્ધસિંહ કેશરીસિંહ જાડેજા, દીપસિંહ અમરસિંહ જેઠવા, નિતેશ પ્રાગજી રાઠોડ, રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ વાઢેર, રાજ કિશોરભાઈ મહેતા, મહેન્દ્રસિંહ ભુપતસિંહ કંચવા અને અન્ય એક મહિલાને જુગાર રમતા ઝડપી લઇ, રૂ. 57,600 ની રોકડા રકમ તથા રૂ. 1,10,000ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન અને રૂ. 1,00,000 ની એક રીક્ષા મળી કુલ રૂ. 2,67,600 નો મુદ્દામાલ કબ્જે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular