Wednesday, November 4, 2026
Homeરાજ્યજામનગરવૃદ્ધા તથા તેની ભત્રીજી ઉપર ત્રણ શખ્સોનો હુમલો

વૃદ્ધા તથા તેની ભત્રીજી ઉપર ત્રણ શખ્સોનો હુમલો

જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં બાઇની વાડી પાસે ઘરની બહાર ગાળો બોલવાની ના પાડતા મહિલા સહિતના ત્રણ શખ્સોએ વૃદ્ધા સહિતના મહિલાઓ સાથે ઝપાઝપી અને મારામારી કરી પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના કિશાનચોક વિસ્તારમાં ચૂનાના ભઠ્ઠા પાસે બાઇની વાડી નજીક રહેતાં દેવીબેન મૂળજીભાઇ સોલંકી (ઉ.વ.70) નામના વૃદ્ધા ગત્રાત્રિના તેના ઘરની બહાર બેઠાં હતાં ત્યારે હરિશ ભટ્ટી નામનો શખ્સ વૃદ્ધાના ઘર પાસે જેમ ફાવે તેમ ગાળો બોલતો હોવાથી વૃદ્ધાએ ગાળો બોલવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા હરિશ ભટ્ટી, ખીમજી ભટ્ટી અને નાગલબેન ભટ્ટી સહિતના ત્રણ શખ્સોએ વૃદ્ધા સાથે બોલાચાલી અને ગાળાગાળી કરતાં ભત્રીજી રતનબેન વચ્ચે પડતાં તેની સાથે પણ ઝપાઝપી અને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ અલ્પાબેન અને કમલેશભાઇ પણ વૃદ્ધાને છોડાવવા વચ્ચે પડતાં તેની સાથે પણ ઝપાઝપી અને મારામારી કરી મુઢ ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગેની જાણના આધારે એએસઆઇ એચ. આર. બાબરિયા તથા સ્ટાફે મહિલા સહિત ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular