Tuesday, November 3, 2026
Homeરાજ્યજામનગરબીમારી સબબ પોલીસ કર્મચારી યુવાનનું મૃત્યુ

બીમારી સબબ પોલીસ કર્મચારી યુવાનનું મૃત્યુ

જામનગર શહેરના શરૂ સેકશન રોડ પર પોલીસ હેડકવાર્ટરમાં રહેતાં કર્મચારીની બિમારી સબબ તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર પોલીસ હેડકવાર્ટર બ્લોક નંબર-24 અને રૂમ નંબર-298 માં રહેતાં જગદિશભાઈ હરજીભાઈ મકવાણા (ઉ.વ.41) નામના યુવાનને જીબીએસ વાયરસની બિમારી થઈ હતી અને યુવાનની ગત્ તા.29 ઓગસ્ટના રોજ સવારના તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પત્ની ઉષાબેન દ્વારા જાણ કરવામાં આવતા હેકો જે.કે. વજગોર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular