ગુજરાત રાજ્યમાં જુદાં-જુદાં શહેરોમાં સમયાંતરે કોઇને કોઇ સરકારી તંત્રની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેઇલના કારણે તંત્ર હરકતમાં આવી જાય છે. દરમિયાન આજે રાજ્યની અનેક જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેઇલથી પોલીસ તંત્ર એકશનમાં આવી ગયું છે.
મળતી વિગત મુજબ, જામનગર શહેર ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં છાશવારે કોઇને કોઇ સરકારી ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઇલની ઘટનાઓ અનેકગણી વધી ગઈ છે. પોલીસતંત્ર અને વહીવટી તંત્ર ધમકીભર્યા ઇમેઇલ મર્યા બાદ એકશનમાં આવી કાર્યવાહી કરે છે પરંતુ, આ ધમકીભર્યા ઈમેઇલ તંત્રને હેરાન-પરેશાન કરવા માટે કરવામાં આવતા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન આજે ગુજરાત રાજ્યના મહાનગરોમાં આવેલી અનેક જેલોને બોમ્બથી ઉડાવી દેવાના મળેલા ધમકીભર્યા ઈમેઇલને કારણે સમગ્ર રાજયની પોલીસ એલર્ટ થઈ ગઇ હતી. આ એલર્ટના પગલે જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પોલીસ વિભાગ પણ એકશનમાં આવી ગયું હતું અને એસઓજી બોમ્બ સ્કવોર્ડ તથા ફાયર ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.
View this post on Instagram
પોલીસ દ્વારા જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ, કોઇ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે અને તંત્રએ આંશિક રાહત અનુભવી હતી. ઉપરાંત પોલીસે જેલની સાથે-સાથે વિશ્ર્વ વિખ્યાત બાલા હનુમાન સંકિર્તન મંદિરમાં પણ ચેકિંગ કામગીરી હાથ ધરી હતી.


