દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગોલણ શેરડી ગામમાં રહેતાં વૃદ્ધે પેટના અસહ્ય દુ:ખાવાથી કંટાળીને તેના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. ઓખાના ડાલડા બંદરે રહેતાં યુવાન નિંદ્રાધિન હાલતમાં બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યાના બનાવમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ, ખંભાળિયા તાલુકાના ગોલણ શેરડી ગામે રહેતા લાખાભાઈ રામશીભાઈ ગોજીયા (ઉ.વ.60) નામના વૃધ્ધને છેલ્લા કેટલાક સમયથી ગેસ અને એસિડિટીની તકલીફ હોય, જેના કારણે તેમને પેટમાં અસહ્ય દુ:ખાવો રહેતો હતો. આ દુ:ખાવો સહન ન થતા તેમણે ગઈકાલે સોમવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર નારણભાઈ ગોજીયા દ્વારા જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા સ્થિત ડાલડા બંદર ખાતે રહેતા નાથુરામ ગુરીલાલ ચૌધરી (ઉ.વ.42) નામના યુવાનને ગોલ્ડન ફિશ નામના દંગામાં જમીને સુતા બાદ મૂર્છિત અવસ્થામાં કોઈ પણ સમયે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ અબ્બાસભાઈ અબ્દુલ રહેમાન દ્વારા જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


