Tuesday, November 3, 2026
Homeવિડિઓબેડ ગામના મકાનમાંથી દારૂના જથ્થા સાથે દંપતિ સહિત ત્રણ ઝડપાયા - VIDEO

બેડ ગામના મકાનમાંથી દારૂના જથ્થા સાથે દંપતિ સહિત ત્રણ ઝડપાયા – VIDEO

એલસીબીનો બાતમીના આધારે દરોડો : 95 બોટલ દારૂ, કાર સહિત રૂા.3.18 લાખનો મુદ્દામાલ કબ્જે : સપ્લાય કરનાર અને મંગાવનાર બે સહિતના ત્રણ શખ્સોના નામ ખુલ્યા

દિવાળીના સપરમાં તહેવાર પહેલાં પોલીસ દ્વારા એકશનમાં આવી દારૂની બદી ડામવા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જામનગરના બેડ ગામમાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે દંપતિ સહિત ત્રણ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના બેડ ગામમાં ભરવાડપાડામાં રહેતાં કિશોરસિંહ જગદિશસિંહ જાડેજાના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતર્યો હોવાની એલસીબીના મયુદ્દીનભાઇ સૈયન અને હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. નિર્લિપ્ત રાયની સૂચનાથી પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.

- Advertisement -

રેઈડ દરમિયાન એલસીબીની ટીમે મકાનમાં તલાસી લેતા રૂા.53,675ની કિંમતની 95 બોટલ દારૂ અને રૂા.15000 ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન તથા રૂા.2,50,000ની કિંમતની જીજે-01-કેઝેડ-9083 નંબરની ઈકો કાર સહિત કુલ રૂા.3,18,675 ના મુદ્દામાલ સાથે એલસીબી એ યશપાલસિંહ ભરતસિંહ વાઘેલા, અલવીરાબેન યશપાલસિંહ વાઘેલા (રહે. થરાગામ, તા. ઓગડ, જી. બનાસકાંઠા), ઓમજી રેવાજી ઘાઘોશ (રહે. વડાગામ, જી. બનાસકાંઠા) ત્રણ શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂ બનાસકાંઠાના ગમનસિંહ રાજુભા વાઘેલાએ સપ્લાય કર્યો હતો અને દારૂનો જથ્થો મોટી ખાવડીના જયદિપસિંહ વાઢેર તથા બેડ ગામના કિશોરસિંહ જગદિશસિંહ જાડેજાએ મંગાવ્યો હોવાની કેફિયતના આધારે એલસીબીએ છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ત્રણ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular