જામનગર શહેરના લાલવાડી, જૂના આવાસ પાસે રવિવારની રાત્રિના યુવાન તથા તેના મિત્રો સાથે બલેનો કારમાં આવેલા ત્રણ શખ્સોએ ગાળાગાળી કરી, લાકડાના ધોકા વડે હુમલો કરી યુવાનને ઇજા પહોંચાડી વાહનમાં પણ નુકશાન કરી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના લાલવાડી, જૂના આવાસ પાસે આવેલા ઉમિયાનગર રોડ ઉપર રહેતો યશ હિતેષભાઇ જેઠવા (ઉ.વ.26) નામનો યુવાન તેના ભાઇ તથા મિત્ર કરણ સાથે ઉભો હતો. તે દરમ્યાન જીજે10 ટીએચ 8542 નંબરની બલેનો કારમાં આવેલા અબ્દુલ વલીમામદ તાયાણી, સદ્ામ વલીમામદ તાયાણી, જાવિદ અલ્લારખા ખીરા નામના ત્રણ શખ્સોએ યુવાન તથા તેના મિત્રો સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી લાકડાના ધોકા વડે યશ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ યશના વાહનમાં તોડફોડ કરી રૂા. 21 હજારનું નુકશાન કર્યું હતું. ત્યારબાદ ત્રણેય શખ્સોએ જોઇ લેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


