Saturday, October 31, 2026
Homeરાજ્યહાલારપત્ની સાથે બોલાચાલી થતાં મનમાં લાગી આવતા પતિનો આપઘાત

પત્ની સાથે બોલાચાલી થતાં મનમાં લાગી આવતા પતિનો આપઘાત

જમવાનું બન્યુ ન હોય તે બાબતે ઝઘડો : પોતાના ઝુંપડામાં ગળે ટુંપો ખાધો : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી

જામનગરના રણજીતસાગર રોડ મારવાડી વાસમાં ઝુંપડામાં રહેતા પ્રૌઢને જમવા બાબતે પત્ની સાથે બોલાચાલી થઇ હોય જેનું મનમાં લાગી આવતા ઝુંપડામાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગરના રણજીતસાગર રોડ મારવાડી વાસ સુલભ શૌચાલયની બાજુમાં ઝુંપડામાં રહેતા ગંગારામ ધીરાભાઇ પરમાર (ઉ.વ.50) નામના પ્રૌઢ તા.30ના બપોરના સમયે પોતાના ઘરે જમવા આવ્યા હોય તે સમયે તેમના પત્ની કચરો વિણવા બહાર ગયા હોય અને જમવાનું બન્યુ ન હોય આ બાબતે બોલાચાલી થઇ હતી. આ બાબતનું તેમને મનમાં લાગી આવતા ઝુંપડામાં કોઇ ન હોય તે સમયે પ્લાસ્ટીકની દોરી બાંધી ગળેફાંસો ખાઇ લેતા હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મોત નિપજ્યાંનું જાહેર કર્યુ હતું. આ અંગે નવઘણભાઇ ગંગારામ પરમાર દ્વારા પોલીસને જાણ કરતા સીટી એ હે.કો. એચ.બી. પરમાર તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular