Saturday, October 31, 2026
Homeરાજ્યજામનગરફલ્લા પાસે હિટ એન્ડ રનનો બનાવ, રોડ ક્રોસ કરતી મહિલાને કારે અડફેટે...

ફલ્લા પાસે હિટ એન્ડ રનનો બનાવ, રોડ ક્રોસ કરતી મહિલાને કારે અડફેટે લેતાં ગંભીર ઈજા, કારચાલક ફરાર – VIDEO

જામનગર-રાજકોટ હાઈવે પર ફલ્લા ગામ પાસે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલી એક મહિલાને પૂરઝડપે પસાર થતી કારે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કરથી મહિલા રોડ પર પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

- Advertisement -

અકસ્મત સર્જાયા બાદ કારચાલક સ્થળ પર રોકાવાને બદલે મહિલાને ગંભીર હાલતમાં છોડીને કાર સાથે ફરાર થઈ ગયો હતો. બીજી તરફ, અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ મહિલાની સારવાર ચાલી રહી છે.

- Advertisement -

હાઈવે પર અકસ્માત સર્જીને ઈજાગ્રસ્ત મહિલાને મદદ કર્યા વિના ફરાર થઈ ગયેલા કારચાલકના બનાવને પગલે હિટ એન્ડ રનનો મામલો ચર્ચામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular