Thursday, October 29, 2026
Homeરાજ્યજામનગરએલોઝન ફીટ કરતા સમયે વીજશોક લાગતા યુવકનું મોત

એલોઝન ફીટ કરતા સમયે વીજશોક લાગતા યુવકનું મોત

ચાર દિવસ પૂર્વે હાપાના ચારણ વિસ્તારમાં બનાવ : બેશુધ્ધ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

જામનગર શહેરના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતાં યુવક હાપામાં મંડપ સર્વિસનું કામ કરતો હતો ત્યારે વીજશોક લાગતા સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના યોગેશ્વરનગર વિસ્તારમાં દેવકૃપા ગેરેજ વાળી ગલીમાં રહેતાં શિવમભાઈ વલ્લભભાઈ રાઠોડ (ઉ.વ.21) નામનો યુવક ગત તા.25 ના રોજ રાત્રિના સમયે જામનગર તાલુકાના હાપા ગામમાં ચારણ વિસ્તારમાં આવેલા વેલનાથ બાપાના મંદિર પાસે મંડપ સર્વિસનું કામ કરતો હતો ત્યારે એલોઝન લાઈટ ફીટ કરવા જતા અચાનક વીજશોક લાગતા બેશુધ્ધ થઈ ઢળી પડયો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના ભાઈ કાલીચરણ દ્વારા જાણ કરાતા એએસઆઈ એસ જી જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular