Monday, October 26, 2026
Homeરાજ્યજામનગરશું જામનગરમાં મહિલાઓ ઘર પાસે પણ સુરક્ષિત નથી...!!!

શું જામનગરમાં મહિલાઓ ઘર પાસે પણ સુરક્ષિત નથી…!!!

સમડીએ મહિલાનું ગળું અડવું કર્યું : બાઇક પર બે શખ્સો દ્વારા 70 હજારના ચેઇનની ચીલઝડપ : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

જામનગર શહેરના તિરૂપતિ પાર્ક વિસ્તારમાં રહેતાં મહિલા તેના ઘર પાસે ખુરશીમાં બેઠા હતા ત્યારે રાત્રિના સમયે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મહિલાના ગળામાં રહેલો રૂા. 70 હજારની કિંમતનો સોનાનો ચેઇન ચીલઝડપ કરી પલાયન થઇ ગયા હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ રહેણાંક વિસ્તારોમાં ઘરની બહાર ખુરશીમાં બેસેલી મહિલાઓ પણ સુરક્ષિત રહી નથી…? ગુનેગારો એટલા બધા બેખૌફ બની ગયા છે કે ગમે ત્યાં ગુનાઓ આચરતા હોય છે. હાલમાં જ બનેલી ઘટનાએ અનેક તર્ક-વિતર્કો સર્જ્યા છે. જેમાં જામનગર શહેરમાં તિરૂપતિ પાર્ક-1માં વિશાલ કોમ્પ્લેક્સની સામે વસવાટ કરતાં મમતાબેન અરવિંદભાઇ રાજપૂત (ઉ.વ.45) નામના મહિલા ગત્ શનિવારે રાત્રિના પોણા નવ વાગ્યાના અરસામાં તેના ઘરની બહાર ખુરશીમાં બેઠા હતા. તે દરમ્યાન બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મહિલા પાસે આવ્યા હતા અને એક વ્યક્તિએ ચાલીને મહિલા પાસે આવી તેણીના ગળામાં પહેરેલો રૂા. 70 હજારની કિંમતનો સાત ગ્રામ સોનાનો ચેઇનની પલકવારમાં ચીલઝડપ કરી બાઇક પર બન્ને શખ્સો પલાયન થઇ ગયા હતા. મહિલાએ બૂમાબૂમ કરી હતી. પરંતુ તે પૂર્વે બન્ને શખ્સો નાશી ગયા હતા. આ બનાવ અંગેની મહિલા દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી. એસ. પોપટ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular