Monday, October 26, 2026
Homeરાજ્યજામનગરનબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળી યુવાનની આત્મહત્યા

નબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળી યુવાનની આત્મહત્યા

જામનગર શહેરની નાગેશ્વર કોલોનીમાં રહેતાં યુવાને નબળી આર્થિક પરિસ્થિતિથી કંટાળી તેના ઘરે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આગળ ધપાવી હતી.

- Advertisement -

આત્મહત્યાના બનાવની મળેલી વિગત મુજબ જામનગર શહેરની નાગેશ્વર કોલોની વિસ્તારમાં આવેલા ભવાની માતાજીના મંદિર પાસે રહેતાં હિતેષભાઇ રામજીભાઇ પરમાર (ઉ.વ.42) નામના યુવાનની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ડિપ્રેશનમાં રહેતાં યુવાને વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં તેના રૂમમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના ભાઇ રાહુલ દ્વારા જાણ કરવામાં આવતાં હે.કો. જે. કે. વજગોળ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular