જામનગરના ચાંદીબજાર નજીકથી અરજદારના સોનાના દાગીના ખોવાઇ જતાં આ અંગે કમાન એન્ડ કન્ટ્રોલ સેન્ટરને જાણ કરતા નેત્રમ શાખા દ્વારા 11 તોલાના સોનાના દાગીના શોધી અરજદારને પરત કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ જામનગરના આશાબેન ભવાનભાઇ કણઝારીયા નામના મહિલા તેમના દેરાણી સાથે જીજે10-ડીડી-1935 નંબરનું એકસેસ લઇ ચાંદીબજારમાં ખરીદી કરવા માટે ગયા હતાં. જ્યાંથી ખરીદી કરી પરત ઘરે જવા નિકળ્યા હતાં. આ દરમિયાન રસ્તામાં તેઓને ફોન આવતા ફોન ઉપાડતા તેમના હાથમાં રહેલ સોનાના દાગીના ભરેલ થેલી પડી ગઇ હતી. જેથી તેઓ રૂટમાં ફરીથી ચેક કરવા જતાં થેલી ન મળતા કમાન એન્ડ કંટ્રોલમાં જાણ કરી હતી.
નેત્રમ શાખાના પીએસઆઇ બી.બી. સિંગલના માર્ગદર્શન મુજબ એએસઆઇ પરેશભાઇ ખાણધર, હે.કો. પ્રદિપસિંહ સોઢા, પો.કો. મીતલબેન સાવલીયા, દિવ્યાબેન વાઢેર, જેસાભાઇ ડાંગર, વર્ષાબા જાડેજા સહિતના સ્ટાફે અલગ અલગ લોકેશનના કેમેરા ચેક કરતા આ થેલી ઓશવાળ સર્કલ ખાતે પડી હોવાનું ઘ્યાને આવ્યું હતું. અને થેલી જીજે10 ટીઝેડ 1812 નંબરના રીક્ષા ચાલકે ઉપાડી હોવાનું ઘ્યાને આવ્યું હતું. આથી રીક્ષા ચાલકનો ડેટા મેળવી તેનો સંપર્ક કરી સોનાના દાગીનાની થેલી તેની પાસેથી મેળવી અરજદારને પરત કરી હતી.
View this post on Instagram
રૂા.13,50,000ની કિંમતના 10 તોલાના સોનાનો હાર અને બે નંગ બુટી તથા રૂા.1,50,000ની કિંમતનું સોનાનું બ્રેસલેટ સહિતનો મુદામાલ અરજદારને પરત અપાવ્યો હતો.


