Monday, October 26, 2026
Homeરાજ્યજામનગરઓળખીતાની ઉપાધીનું મનમાં લાગી આવતાં પ્રૌઢનો આપઘાત

ઓળખીતાની ઉપાધીનું મનમાં લાગી આવતાં પ્રૌઢનો આપઘાત

જામનગર શહેરના રણજિતસાગર રોડ પરના વિસ્તારમાં રહેતાં પ્રૌઢના ઓળખીતાએ લીધેલા બ્રાસપાર્ટના સમાનના રૂપિયાની ઉઘરાણી સંદેર્ભ પ્રૌઢનો ચેક રીટર્ન કરીને કોર્ટ કેસ કરી પૈસાની લેતી-દેતીનું મનમાં લાગી આવતાં ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આપઘાતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ પર આવેલી અશોક વાટિકાની શેરી નંબર 3માં રહેતા ગિરધરભાઇ ગાંડુભાઇ તારપરા (ઉ.વ.52) નામના પ્રૌઢના ઓળખીતા ધવલભાઇ રમેશભાઇ વસોયા નામના વેપારીએ બ્રાસપાર્ટનો સામાન ખીમજીભાઇ નકુમને વેચ્યો હતો. ધવલભાઇ અને ખીમજીભાઇ બન્ને વ્યક્તિઓ ગિરધરભાઇના ઓળખીતા હતાં. જેના કારણે ખીમજીભાઇ નકુમ પાસેથી બ્રાસપાર્ટના લેવાના પૈસા ધવલ અને આશિષ નામના બન્ને ભાઇઓ આ પૈસાની ઉઘરાણી માટે ગિરધરભાઇના ઘરે જતા હતા. તેમજ નવનિત ડોબરિયાએ ભંગારની લેતી-દેતીના પૈસા ગિરધરભાઇ પાસે માંગણી કરાતા તેમણે આપેલો ચેક રિટર્ન થતાં કોર્ટ કેસ કર્યો હતો અને ધીરજભાઇ સોરઠિયા સાથેની પૈસાની લેતી-દેતીનું મનમાં લાગી આવતાં ગિરધરભાઇ તારપરાએ શનિવારે રાત્રિના સમયે આરવ રેસિડેન્સીના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર હિરેનભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એચ. વી. રોયલા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular