Monday, October 26, 2026
Homeરાજ્યહાલારકલ્યાણપુરના ગાંજા પ્રકરણમાં વધુ એક આરોપી સાધુની ધરપકડ

કલ્યાણપુરના ગાંજા પ્રકરણમાં વધુ એક આરોપી સાધુની ધરપકડ

દેવભૂમિ દ્વારકા જિલ્લાની એન્ટી નાર્કોટિક્સ વિંગએ તાજેતરમાં મહત્વની કામગીરી કરી અને કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાં એક મંદિરના પટાંગણમાંથી મંદિરના પૂજારી દ્વારા વાવવામાં આવેલા ગાંજાના જથ્થા સાથે તેની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂ. 6.07 લાખની કિંમતનો 12 કિલોથી વધુ વિવિધ ગાંજો જપ્ત કરી, આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ પ્રકરણની જાહેર કરવામાં આવેલી વિગત કલ્યાણપુરથી આશરે 42 કિલોમીટર દૂર મેવાસા ગામની સીમમાં આવેલા ભોપામઢી વિસ્તારમાં એક માતાજીના મંદિરના પટાંગણમાં મંદિરના પૂજારી દ્વારા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાથી આ સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ દરોડા દરમિયાન મેવાસા ગામના રહીશ અને સેવા પૂજાનું કામ કરતા મેરામણ સાજણ કાનાભાઈ ગાધેર (ઉ.વ.64) નામના આહિર વૃદ્ધ દ્વારા મંદિરના પટાંગણમાં ગાંજાના છોડનું વાવેતર કરી, તેમની ચુકવણી કરી, સૂકો ગાંજો વેચવામાં આવતો હોવાનું ખુલવા પામ્યું હતું. આ સ્થળેથી પોલીસે રૂ. 5,79,000ની કિંમતના 11.580 કિલો ગ્રામ ગાંજાના 70 છોડ તેમજ રૂ. 28,000ની કિંમતનો ડાળખાવાળો 570 ગ્રામ સૂકો ગાંજો મળી કુલ રૂપિયા 6,07,000નો મુદ્દામાલ કબજે કરી, ઉપરોક્ત શખ્સ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

આ પ્રકરણમાં કલ્યાણપુર પોલીસની વધુ એક કાર્યવાહીમાં ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. કે.પી. ઝાલાની ટીમ દ્વારા ગાંજાના બી આપનાર સાધુ રવિન્દ્રકુમાર જસમેરસિંહ ઉર્ફે જમુનાનાથ જોગીનાથ (ઉ.વ. 46, રહે. બળાસપુર ગામ, તા. લાડવા, જિ. કુરુક્ષેત્ર, રાજ્ય હરિયાણા) નામના અન્ય એક સાધુની તેના મોબાઈલ નંબર ઉપરથી ટેકનિકલ એનાલિસિસ અને મોબાઈલ લોકેશનના આધારે તેની અટકાયત કરી લેવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular