જામજોધપુર તાલુકાના સોગઠી ગામની વાડી વિસ્તારમાં રહેતી યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આરંભી હતી.
બનાવની વિગત મુજબ મધ્યપ્રદેશ રાજ્યના અલિરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના ગિરદા ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના સોગઠી ગામની સીમમાં આવેલી જીજ્ઞેશભાઇની વાડીમાં ખેતમજૂરી કરતાં અશ્ર્વિનભાઇના પત્ની શિતલબેન અશ્ર્વિનભાઇ વસુનિયા (ઉ.વ.20) નામની મજૂરીકામ કરતી યુવતીએ ગત્ તા. 20ના મદ્યરાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન તેણીનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પતિ દ્વારા જાણ કરાતા પીઆઇ આર. બી. સોલંકી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.


