સંગીત કલા ક્ષેત્રે ક્ષત્રિય વાઘેર સમાજમાં બાપ-દિકરીની આ જોડીએ સફળતા હાંસલ કરતાં સૌ જ્ઞાતિજનોએ અભિનંદન પાઠવ્યા.
કલા અને સંગીતનાં ક્ષેત્રે પ્રતિભા દર્શાવીને દ્વારકા તાલુકાનું ગૌરવ વધારનાર પિતા-પુત્રીની જોડીએ કલા મહાકુંભ-2026ની તાલુકા કક્ષાની સુગમ સંગીત સ્પર્ધામાં શાનદાર સફળતા મેળવી છે. દીપકભા માણેક તેમજ તેમની પુત્રી મેઘના દીપકભા માણેકે સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને પોતાની સંગીત પ્રતિભાનો પરિચય આપ્યો છે.
View this post on Instagram
એક જ પરિવારની બે પેઢીએ સંગીતના મંચ પર પ્રથમ સ્થાન હાંસલ કરતાં પરિવારજનો, સ્નેહીજનો અને સંગીતપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે. પિતા-પુત્રીની આ સિદ્ધિને પગલે બંને પર શુભેચ્છાઓ અને અભિનંદનની વર્ષા થઈ રહી છે.
કલા મહાકુંભ જેવા મંચ પર પોતાની કળા દ્વારા સફળતા પ્રાપ્ત કરનાર દીપકભા માણેક અને મેઘના માણેકની આ સિદ્ધિ અન્ય કલાકારો માટે પણ પ્રેરણારૂપ બની છે. દ્વારકા તાલુકામાં ક્ષત્રિય વાઘેર સમાજમાં બાપ-દીકરીની આ જોડીને સફળતા બદલ સૌ જ્ઞાતિ આગેવાનો એ અભિનંદન પાઠવ્યા.


