Monday, October 19, 2026
Homeરાજ્યજામનગરબાઇકે જ્યુપીટરને હડફેટ લેતાં ગરબી જોઇ ઘરે જતી મહિલાનું મોત

બાઇકે જ્યુપીટરને હડફેટ લેતાં ગરબી જોઇ ઘરે જતી મહિલાનું મોત

જામનગર તાલુકાના સિક્કા ગામમાં મધ્યરાત્રિના સમયે ગરબી જોઇ પરત ફરી રહેલા પરિવારના જ્યુપીટરને બેફિકરાઇથી આવી રહેલા ટ્રીપલ સવારી બાઇક ચાલકે ઠોકર મારી હડફેટ લેતાં સર્જાયેલા અકસ્માતમાં જ્યુપીટર પર સવાર મહિલાનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.

- Advertisement -

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલી આંગણવાડીની બાજુમાં શ્રીજી સોસાયટીમાં રહેતાં સેજલબેન ભાવપરી ગોસાઇ (ઉ.વ.30) નામની મહિલા રવિવારની મદ્યરાત્રિના એક વાગ્યાના અરસામાં જીઇબીની ગરબી જોઇને પરત તેના ઘર તરફ જીજે10 ઇએલ 1385 નંબરના જ્યુપીટરમાં જતા હતા. ત્યારે જકાત નાકા તરફના રોડ પર, તળાવની સામે પુરપાટ બેફિકરાઇથી ટ્રીપલ સવારીમાં આવી રહેલા જીજે10 ઇજી 2744 નંબરના બાઇક ચાલકે ગોસાઈ પરિવારના જ્યુપીટરને ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માત સર્જા્યો હતો. આ અકસ્માતમાં સેજલબેનને પગમાં, હાથમાં તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ મહિલાના પતિ અને બાળકીને સામાન્ય ઇજા થઇ હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ થતાં એએસઆઇ એમ. પી. સિંધવ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી બાઇકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular