Saturday, October 17, 2026
Homeરાજ્યહાલારધુનડામાં પરિણીતાએ અગમ્ય કારણોસર દવા ગટગટાવી

ધુનડામાં પરિણીતાએ અગમ્ય કારણોસર દવા ગટગટાવી

એક વર્ષના લગ્નજીવન બાદ દવા પી આપઘાત : પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ

જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં રહેતી યુવતીએ તેણીના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં રહેતી પાયલબેન ધાર્મિકભાઇ તેરૈયા (ઉ.વ.19) નામની યુવતીએ ગત્ તા. 15ના રોજ બપોરના સમયે અગમ્ય કારણોસર તેણીના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગે શુક્લભાઇ જોષી દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઇ આર. એ. વાઘ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતાં મૃતક યુવતીના લગ્ન એક વર્ષ પહેલાં જ ધાર્મિક તેરૈયા સાથે થયા હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે પરિણીતાએ કયા કારણોસર આપઘાત કર્યો? તેનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular