Saturday, October 17, 2026
Homeરાજ્યહાલારમાવો થૂંકવાની બાબતે બે ભાઇઓ ઉપર 6 શખ્સોનો હુમલો કરી જાતિ પ્રત્યે...

માવો થૂંકવાની બાબતે બે ભાઇઓ ઉપર 6 શખ્સોનો હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા

કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામમાં સામસામી મારામારી : યુવાન બંધુઓ ઉપર મહિલાઓ સહિતના 6 શખ્સો તૂટી પડયા : જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી : સામાપક્ષે બે ભાઇઓ વિરૂદ્ધ હુમલો અને ધમકીની ફરિયાદ : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામમાં માવો ખાઇને થૂંકવાની બાબતે મહિલાઓ સહિતના 6 શખ્સોએ બે ભાઇઓ ઉપર લાકડી વડે અને ઢીકાપાટુનો માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે બે ભાઇઓ દ્વારા યુવાન અને તેના મિત્રને ગાળો કાઢી લાકડાના ધોકા વડે હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામમાં રહેતાં રમેશકુમાર ઉર્ફે ભુદો કેશવલાલ ચૌહાણ (ઉ.વ.40) નામના યુવાનનો ભાઇ શબ્બીરના ઘર પાસે માવો ખાઇને થૂંકતા શબ્બીર ઇબ્રાહિમ ધુધા, રાહુલ એપા વારગિયા, મુમતાઝબેન ઇબ્રાહિમ ધુધા, કરિશ્માબેન ઇબ્રાહિમ ધુધા, ઇબ્રાહિમ ઉર્ફે કારો ધુધા અને સફિલાબેન શબ્બીર ધુધા સહિતના 6 શખ્સોએ એકસંપ કરી રમેશ તથા તેના ભાઇને જેમ ફાવે તેમ ગાળો કાઢી લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં બન્ને ભાઇઓને જાતિ પ્રત્યે અપમાનિત કરી પાઇપ વડે માર મારી, ઢીકાપાટુનો માર માર્યો હતો અને પતાવી દેવાની ધમકી આપી હતી.

જ્યારે સામાપક્ષે અમરશી કેશુ ચૌહાણ તથા રમેશ કેશુ ચૌહાણ નામના બે ભાઇઓએ શબ્બીર ધુધાના પત્ની અને માતા ઘરની બહાર બેઠા હતા ત્યારે બન્ને મહિલાઓની સામે માવો થૂંકી ગાળો બોલતો હતો. જેથી શબ્બીરે ગાળો બોલવાની ના પાડતા બન્ને ભાઇઓએ શબ્બીરને જેમ ફાવે તેમ ગાળો કાઢી માર માર્યો હતો. શબ્બીરને છોડાવવા વચ્ચે પડેલા તેના મિત્ર ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. સામસામા કરાયેલા હુમલામાં રમેશકુમાર ચૌહાણની ફરિયાદની ચાર મહિલાઓ સહિતના 6 શખ્સો વિરૂદ્ધ એસસી-એસટી સેલના ડીવાયએસપી મિત રૂદલાલ દ્વારા એટ્રોસિટીની તથા હુમલા અને ધમકીની તથા સામાપક્ષે શબ્બીર ઇબ્રાહિમ ધુધાની બે ભાઇઓ વિરૂદ્ધ હુમલો અને ધમકીની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular