જામનગર શહેરના દિ. પ્લોટ 54 વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતાં શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે 96 નંગ ઇંગ્લીશ દારૂના ચપટા સાથે ઝડપી લીધો હતો. હર્ષદ મીલની ચાલી રોડ પરના મકાનમાંથી 39 ચપટા કબ્જે કરી નાશી ગયેલા શખ્સની શોધખોળ આરંભી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના 54-દિ. પ્લોટ વિસ્તારમાં વિશ્રામવાડી ગેઇટની અંદર રહેતાં પ્રેમ ઉર્ફે ચીચો કિશોર ભદ્રા નામના શખ્સ પાસે દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન તલાશી લેતાં પ્રેમ પાસેથી રૂા. 9600ની કિંમતના 96 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતા પોલીસે પ્રેમની ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરી હતી. બીજા દરોડામાં જામનગર શહેરના હર્ષદ મીલની ચાલી રોડ પર નંદનવનની પાછળ એપાર્ટમેન્ટમાં રહેતાં રાકેશ મનોજ યાદવના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન મકાનની તલાશી લેતાં તેમાંથી રૂા. 3900ની કિંમતના 39 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતાં પોલીસે દારૂ કબ્જે કરી રાકેશની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


