Thursday, October 15, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં પીજીવીસીએલનું મેગાચેકિંગ - VIDEO

જામનગરમાં પીજીવીસીએલનું મેગાચેકિંગ – VIDEO

શહેરના કુંભારવાડા, અંબાજીનો ચોક સહિતના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી પીજીવીસીએલની ટીમો : ગેરકાયદેસર વીજજોડાણો કાપવામાં આવ્યા

જામનગર શહેરમાં વીજચોરી અને ગેરકાયદેસર વીજજોડાણોને લઇ આજે સવારથી પીજીવીસીએલની ટીમ દ્વારા મેગા ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. શહેરના અનેક વિસ્તારમાં પીજીવીસીએલની ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

પીજીવીસીએલ દ્વારા વીજચોરીનું દૂષણ અટકાવવા અને વીજવપરાશમાં નિયમોનું પાલન થાય તે માટે આજે સવારથી જામનગર શહેરના વિવિધ વિસ્તાોમાં વીજ ચેકિંગની મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જામનગર શહેરના નાગનાથ ગેઇટ પાસે આવેલા કુંભારવાડા, અંબાજીનો ચોક સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સઘન તપાસ કરવામાં આવી હતી. પીજીવીસીએલની ટીમો દ્વારા હાથ ધરાયેલ તપાસ દરમ્યાન ગેરકાયદેસર વીજજોડાણો ઝડપાતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ વીજચોરીના બિલો પણ ફટકારવામાં આવ્યા હતાં.

પીજીવીસીએલ દ્વારા હાથ ધરાયેલ ચેકિંગને લઇ વીજચોરો અને ગેરકાયદેસર વીજળીનો ઉપયોગ કરતાં લકોમાં ફફડાટ ફેલાયો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular