જામજોધપુર ગામમાં આવેલી તીરૂપતિ સોસાયટીમાં રહેતાં યુવાનને તેના ભાઈઓએ ગાડી લેવાની ના પાડતા મનમાં લાગી આવતાં યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર ગામમાં આવેલી તીરૂપતિ સોસાયટીમાં રામવાટિકા 2 માં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા ભરતભાઈ લખમણભાઈ ભાસડિયા (ઉ.વ.37) નામના યુવાનને ગાડી લેવી હતી. પરંતુ, તેના ભાઈઓ ગાડી લેવાની ના પાડતા હતાં આ બાબતનું મનમાં લાગી આવતા ગત તા.8 ના રોજ રાત્રિના સમયે ભરતભાઈએ તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઈ વિજય દ્વારા જાણ કરાતા હેકો આર કે કંડોરીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -