Saturday, October 10, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં Gen Z ગરબા પર ફરી U-TURN! પહેલાં રદ, હવે ફરી આયોજનની...

જામનગરમાં Gen Z ગરબા પર ફરી U-TURN! પહેલાં રદ, હવે ફરી આયોજનની જાહેરાત – VIDEO

વિવાદો વચ્ચે આયોજકોના બદલાતા નિર્ણયથી સવાલો!

જામનગર શહેરના પારસ સોસાયટી વિસ્તારમાં યોજાનારા Gen Z ગરબા મહોત્સવ ને લઈને શરૂ થયેલો વિવાદ હવે ફરી ચર્ચામાં આવ્યો છે. શરૂઆતથી જ વિવાદોના વમળમાં ફસાયેલા આ ગરબા મહોત્સવને અગાઉ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે ફરીથી ગરબા ઉત્સાહપૂર્વક યોજવામાં આવશે તેવી જાહેરાત સામે આવતાં આયોજકોના બદલાતા નિર્ણયને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

- Advertisement -

પારસ સોસાયટીમાં Gen Z ગરબા મહોત્સવ નું આયોજન જાહેર થયું ત્યારથી જ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. સ્થાનિક રહીશો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને મામલો કલેક્ટર તેમજ પોલીસ તંત્ર સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ ગરબાનું આયોજન રદ કરવામાં આવ્યું હોવાની જાહેરાત સામે આવી હતી.

- Advertisement -

જોકે, હવે Gen z ગરબાના આયોજક રાજેશ ગાંધી દ્વારા ફરીથી આ ગરબા મહોત્સવ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, પારસ સોસાયટીમાં Gen Z ગરબા મહોત્સવ અને શેરી ગરબા મહોત્સવ ઉત્સાહપૂર્વક યોજવામાં આવશે. આ માટે ગ્રાઉન્ડ અને જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે.

પરંતુ સવાલ એ છે કે જ્યારે અગાઉ આયોજન રદ થયાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે હવે ફરી આયોજન કરવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો? શું અગાઉ ઊભા થયેલા વિવાદોનો ઉકેલ આવી ગયો છે કે પછી ફરી આયોજન કરવાની જાહેરાત જ કરવામાં આવી છે? આ મુદ્દે સ્પષ્ટતા જરૂરી બની છે.

- Advertisement -

Gen Z ગરબા મહોત્સવને લઈને અત્યાર સુધી આયોજનની જાહેરાત, સ્થાનિક રહીશોનો વિરોધ, વિવાદ અને ત્યારબાદ આયોજન રદની જાહેરાત કરી હતી. થોડી જ કલાકોમા ફ્રી આયોજન ચાલુ હોવાનુ જણાવ્યું છે. હવે ફરીથી ગરબા યોજવાની વાત જાહેર થતાં આયોજકોના બદલાતા નિર્ણયની ચર્ચા શરૂ થઈ છે.

Gen Z ગરબા મહોત્સવને લઈને હવે સૌથી મોટો સવાલ એ છે કે આ ગરબા ખરેખર નવરાત્રિના નવ દિવસ સુધી યોજાશે કે પછી ફરી કોઈ વિવાદના કારણે આયોજન અટકાવવાની સ્થિતિ ઊભી થશે?

 

અગાઉ ગરબા રદ થયાની જાહેરાત અને હવે ફરી આયોજન કરવાની વાત વચ્ચે આયોજકો માટે પડકાર માત્ર ગરબા યોજવાનો નથી, પરંતુ અગાઉ ઊભા થયેલા વિવાદો વચ્ચે આયોજનને સફળતાપૂર્વક આગળ વધારવાનો પણ છે.

એક તરફ Gen Z ગરબા મહોત્સવ ફરી ધમાકેદાર રીતે યોજવાની જાહેરાત, તો બીજી તરફ અગાઉના વિવાદો હજુ ચર્ચામાં! હવે જોવાનું એ રહેશે કે આ નવરાત્રિમાં Gen Zના ગરબા નવ દિવસ સુધી રંગ જમાવશે કે પછી આયોજકોના બદલાતા નિર્ણયો ફરી વિવાદનો નવો રાઉન્ડ શરૂ કરશે!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular