Saturday, October 10, 2026
Homeરાજ્યજામનગરથારની ટક્કરથી આઇ-20 બસ સાથે અથડાતા યુવાનનું મોત

થારની ટક્કરથી આઇ-20 બસ સાથે અથડાતા યુવાનનું મોત

ઈદ્રીશપીરની દરગાહ પાસે બનાવ : થારની ટક્કરથી આઈ-20 બસ સાથે ભટકાઇ : કારમાં સવાર યુવાનનું ઘટનાસ્થળે મોત : ત્રણ યુવાનોને ઈજા પહોંચી : પોલીસ દ્વારા બનાવનું સચોટ કારણ જાણવા તપાસ

જામનગર શહેરમાં અન્નપૂર્ણા ચોકડી નજીક આવેલી ઈદ્રીશપીરની દરગાહ પાસે ગતરાત્રિના એક થાર કારે ટક્કર મારતા આઈ-20 કાર બસ સાથે અથડાતા અકસ્માતમાં કારમાં સવાર યુવાનનું ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ યુવાનોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -

બનાવની મળતી વિગત મુજબ, ગઈકાલે મોડીરાત્રિના સમયે જામનગર શહેરમાં અન્નપૂર્ણા ચોકડી નજીક આવેલી ઈદ્રીશપીરની દરગાહ પાસેથી પસાર થતી કાળા કલરની થાર ગાડીએ આઈ-20 કારને પાછળથી ઠોકર મારતા કાર એક બસ સાથે અથડાતા અકસ્માત થયો હતો આ ગમખ્વાર અકસ્માતમાં આઈ-20 કારમાં સવાર અફઝલ રહીમભાઇ ચાવડા નામના યુવાનનું શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ યુવાનોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગેની જાણ થતા પીઆઇ વી.એમ. ડોડિયા તથા સ્ટાફ તાત્કાલિક બનાવસ્થળે દોડી ગયો હતો અને પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આ બનાવ અકસ્માતનો જ છે કે અન્ય કોઇ કારણ ? તે અંગેની જીણવટભરી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular