Friday, October 9, 2026
Homeરાજ્યહાલારઘોડી ઉપર રીલ બનાવવાની હોડમાં ખેડૂત વૃદ્ધને પછાડયા...!

ઘોડી ઉપર રીલ બનાવવાની હોડમાં ખેડૂત વૃદ્ધને પછાડયા…!

લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં રહેતાં વૃધ્ધ ખેડૂત બાઈક પર જતાં હતાં ત્યારે જાહેર રોડ પર ઘોડીને ખેલાવી રીલ બનાવતા શખ્સે ઘોડી કુદાવીને બાઈક ચાલક ઉપર પછાડતા ચાલક વૃદ્ધને અકસ્માતમાં માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.

- Advertisement -

વિચિત્ર બનાવની વિગત મુજબ, સોશિયલ મીડિયામાં વાયરલ થવાની રાહમાં અન્યની જિંદગી જોખમમાં મૂકતા બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના રીંઝપર ગામની પહેલાં બાબરીયા રીંઝપર રોડ પર ગત્ તા.1 ના રોજ સાંજના સમયે જયદીપ ખીમા વસરા (ઉ.વ.22) નામનો શખ્સ તેની પાસે રહેલી કાળા કલરની ઘોડીને સરાજાહેર અન્ય રાહદારીઓની જિંદગી જોખમાય તે રીતે રોડ પર વીડિયો ઉતારીને રીલ બનાવતા સમયે ઘોડી પ્રત્યે બેદરકારીભર્યું વર્તન આચરતો હતો તે સમયે લાલપુર તાલુકાના રીંઝપર ગામના હેમભા જીણુભા જાડેજા (ઉ.વ.60) નામના વૃદ્ધ ખેડૂત તેના જીજે-10-ડીબી-7191 નંબરના બાઈક પર આ રોડ પરથી પસાર થતા હતાં ત્યારે અચાનક જયદીપે ઘોડી પ્રત્યે બેદરકારી આચરી અચાનક કુદકો મરાવી બાઈકસવાર હેમભા ઉપર પછડાવતા બાઈક સહિત રોડ પર પટકાયા હતાં. જેમાં વૃધ્ધ ખેડૂતને માથામાં તથા છાતીના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘવાયેલા વૃધ્ધ ખેડૂતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ખેડૂત ગંભીર ઈજાને કારણે કોમામાં જતાં રહતાં હતાં. આ બનાવ બાદ ઈજાગ્રસ્ત ખેડૂતના ભાઈ દિલીપસિંહ ઉર્ફે દિપભા દ્વારા જાણ કરાતા હેકો જે.એસ. જાડેજા તથા સ્ટાફે ઘોડી દ્વારા રીલ બનાવનાર જયદીપ વસરા તથા તેની સાથે વીડિયો ઉતારતા શખ્સ સહિતનાઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular