Monday, September 21, 2026
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગરમાં ‘નમો નાદ’ ભજન કોન્સર્ટ - VIDEO

સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગરમાં ‘નમો નાદ’ ભજન કોન્સર્ટ – VIDEO

હજારોની સંખ્યામાં ઉપસ્થિત યુવાનો અને જનમેદની સાથે પૂનમબેન દ્વારા રાસની રમઝટનો આનંદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રની 25 વર્ષની સેવા અને સમર્પણને સમર્પીત ‘નમો નાદ’ નામના ભજન કોન્સર્ટનું ગઇકાલે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વરસાદી માહોલ વચ્ચે પણ શહેરીજનો વિશાળ સંખ્યામાં ઉમટયા હતાં અને આ ભજન કોન્સર્ટને મન ભરીને માણ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહી ભકિતના રંગે રંગાયા હતાં અને રાસની રમઝટનો આનંદ માણ્યો હતો.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અને રાષ્ટ્રની 25 વર્ષની સેવાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા.17 સપ્ટેબરથી 17 ઓકટબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સાંસદ પૂનમબેન માડમ દ્વારા પણ ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રની 25 વર્ષની સેવા અને સમર્પણને સમર્પીત ‘નમો નાદ’ નામના ભજન કોન્સર્ટનું પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ ‘નમો નાદ’ કાર્યક્રમમાં જાણીતા કલાકારો રાજ ગઢવી, ઇશાની દવે, હાર્દિક દવે સહિતનાએ સંગીતમય અને ભકિતસભર રજૂઆતો આપી હતી. કાર્યક્રમના પ્રારંભ પૂર્વે શહેરમાં વરસાદી ઝાપટુ વરસ્યુ હતું. જોકે વરસાદના વિરામ અને મેઘાવી માહોલ વચ્ચે પણ લોકો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉમટયા હતાં.

- Advertisement -

‘નમો નાદ’ કાર્યક્રમ માત્ર સંગીત અને મનોરંજન પુરતો સીમીત ન રહેતા સેવા, સમર્પણ અને ભકિતની ભાવનાને ઉજાગર કરતો પ્રસંગ બન્યો હતો. સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ ભજન, સંગીત અને રાસગરબાની રમઝટ માણી હતી. હજારો યુવાનો સાથે સાંસદ પૂનમબેન માડમ ઝુમ્યા હતાં. કાર્યક્રમ દરમિયાન વરસાદ શરૂ થતાં સાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે, જો ‘મારા આયોજનને લીધે વરસાદ આવતો હોય તો આવા 100 આયોજનો કુરબાન’ સાંસદ પૂનમબેને યુવાનો દ્વારા કરાતી ગીતોની વિનંતીઓને લઇ ગાયકો સાથે વાતચીત કરતા હતાં. અને સતત યુવાઓ સાથે જોડાયા હતાં. ઓમ નમ: શિવાય, નગરમે જોગી આયા ઉપરાંત ડાકલા સહિતના ભકિત ગીતો, ગણપતિ વંદનાએ ઉપસ્થિત જનમેદનીને ઘેલુ લગાડયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular