જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે રવિવારે કરેલી જુગાર દરોડા અંગેની કાર્યવાહીમાં ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા પ્રફુલસિંહ મોતીભા જાડેજા, પ્રવિણસિંહ અમરસિંહ જાડેજા, અર્જુનસિંહ ધીરુભા જાડેજા અને સંજયસિંહ ધીરુભા જાડેજા નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રૂ. 30,500ની રોકડ રકમ, રૂ. 40 હજારની કિંમતના ચાર મોબાઈલ ફોન અને રૂ. 20,000ની કિંમતનું એક મોટરસાયકલ મળી કુલ રૂ. 90,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજો દરોડો કલ્યાણપુર પોલીસની કાર્યવાહીમાં કલ્યાણપુરના હડમતીયા ગામે આવેલી નદીના કાંઠે બેસીને રાત્રિના આશરે સવા બે વાગ્યે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાલા નગા આંબલીયા, રાજશી જેઠા આંબલીયા, જેઠા વજસી વરુ, નિતેશ ભીખા લગારીયા, વજસી પરબત આંબલીયા, કરશન વેજાણંદ વરુ, નિલેશ દેવા વરુ અને રામ રામદે લુવા નામના આઠ શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂ. 52,200 રકમ, રૂ. 13,000ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને રૂ. 60 હજારની કિંમતના ચાર મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 125,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ત્રીજો દરોડો ભાણવડ પોલીસે ફોટડી ગામના સીમ વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમતા હેમત માલદે બેરા, કરસન મારખી બેરા, કેશુ ધીરુ બેરા, લાખા દેવશી બેરા અશોક મારખી વાઢીયા અને પબા કરશન ગાગીયાને ઝડપી લઇ, કુલ રૂપિયા 1,07,000નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
અન્ય એક કાર્યવાહીમાં ભાણવડ તાલુકાના શિવા ગામના વાડી વિસ્તારમાંથી પ્રવીણ જેતા જોગલ અને સેજા હમીર મકવાણાને પોલીસે જુગાર રમતા રૂ. 2480ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
પાંચમા દરોડામાં મીઠાપુર પોલીસની કાર્યવાહીમાં ભીમરાણા ગામેથી રાત્રિના ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા જીણા બિજલ ચૌહાણ, ધનજી જીવરાજ વાઘેલા, બાબુ પોલા ચૌહાણ, છગન ગોવા ચૌહાણ, લખમણ જગમાલ ચૌહાણ, અજય મંગા ચૌહાણ અને એક મહિલા સહિત સાત વ્યક્તિઓને પોલીસે ઝડપી લઇ, કુલ રૂ. 20,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


