Saturday, September 19, 2026
Homeરાજ્યજામનગરપત્રકાર વિરૂદ્ધ થયેલ ફરિયાદ રદ્ કરવા માંગણી

પત્રકાર વિરૂદ્ધ થયેલ ફરિયાદ રદ્ કરવા માંગણી

જામનગર પત્રકાર મંડળ દ્વારા કલેક્ટર મારફત નાયબ મુખ્યમંત્રીને રજૂઆત : ખોટી ફરિયાદ કરનાર જવાબદારો સામે કાર્યવાહીની માંગ

જામનગરના પત્રકાર વિરૂદ્ધ થયેલ પોલીસ ફરિયાદ રદ્ કરવા અને ખોટી ફરિયાદ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે જામનગર પત્રકાર મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર મારફત નાયબ મુખ્યમંત્રી તથા જિલ્લા પોલીસવડાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર પત્રકાર મંડળ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, જામનગરના પત્રકાર અને પત્રકાર મંડળના મંત્રી કિંજલભાઇ કારસરિયા ઘણાં વર્ષોથી પત્રકાર તરીકે કાર્યરત છે અને છેલ્લા ઘણા સમયથી જામનગર-કાલાવડ રૂટના એસ.ટી. બસના લોકપ્રશ્નોને લઈને તેઓ સતત સરકારી તંત્ર અને એસ.ટી. વિભાગમાં રજૂઆતો કરી રહ્યા છે. આ મુદ્દે તેઓએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં બે વખત તેમજ સ્થાનિક એસ.ટી. ડેપોમાં પણ વખતોવખત અને મુખ્યમંત્રી કાર્યાલય તેમજ નાયબ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદો કરી પ્રજાનો અવાજ ઉઠાવ્યો છે. આ રજૂઆતોનું નિરાકરણ લાવવાને બદલે જામનગર એસટી ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓના ખાનગી આદેશથી કર્મચારીઓ દ્વારા પત્રકારત્વનો અવાજ દબાવી દેવાનો કારસો રચવામાં આવ્યો છે. તેના ભાગરૂપે સિટી ‘એ’ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આથી લોકપ્રશ્નો ઉઠાવનાર પત્રકાર વિરુદ્ધ નોંધાયેલી આ ખોટી અને પાયાવિહોણી એફ.આઈ.આર. તુરંત અસરથી રદ કરવા, પત્રકારત્વને ડામવાનો પ્રયાસ કરનાર એસ.ટી. વિભાગના સબંધિત કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સામે કડક તપાસ હાથ ધરવા તથા જવાબદારો સામે યોગ્ય પગલાં ભરી ન્યાય આપવા જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ભરતભાઇ રાવલ દ્વારા રજૂઆત કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular