વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિશ્વકર્મા સંઘ દ્વારા પંચેશ્વર ટાવર નજીક આવેલી ગુર્જર જ્ઞાતિની વાડી સ્થિત વિશ્વકર્મા મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે સાંસદ પૂનમબેન માડમ, મેયર મોનિકાબેન વ્યાસ, ભાજપ શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી સહિત વિવિધ સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહા આરતી દરમિયાન ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી.
View this post on Instagram


