ધ્રોલ-વાગુદળ રોડ પર આવેલા શિવ અગરબત્તી કારખાનામાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. આગમાં કારખાનામાં રાખેલો અગરબત્તીનો જથ્થો અને કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ધ્રોલ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
View this post on Instagram


