Tuesday, September 1, 2026
HomeવિડિઓViral Videoમનોરંજનનો અનલિમિટેડ ડોઝ: આ દેશમાં એન્ટરટેઇનમેન્ટ ક્યારેય ખૂટતું જ નથી! - VIRAL...

મનોરંજનનો અનલિમિટેડ ડોઝ: આ દેશમાં એન્ટરટેઇનમેન્ટ ક્યારેય ખૂટતું જ નથી! – VIRAL VIDEO

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર @HasnaZaruriHai પરથી વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે હાલ ભારે વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રસ્તાની ખરાબ સ્થિતિ અને વાહનચાલકની બેદરકારીનો એક એવો કિસ્સો જોવા મળે છે, જેને જોઈને આ દૃશ્યોને કૉમેડી ગણવા કે ટ્રેજડી તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે.

- Advertisement -

રસ્તા પર કામગીરીના કારણે કે વરસાદના લીધે ઊંડો ખાડો પડેલો હતો અને તેમાં કાદવ-પાણી ભરાયેલા હતા. આ જ કાદવવાળા રસ્તા પરથી એક યુવક બાઇક પર ટ્રિપલ સવારી  પસાર થઈ રહ્યો હતો. અચાનક કાદવમાં બાઇક સ્લિપ થઈ જતાં પાછળ બેસેલી મહિલા દડાની જેમ રસ્તા પર ફેંકાઈ ગઈ હતી. ચાલકે બાઇક પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ બાઇક અને યુવક બંને પાણીમાં ખાબક્યા હતા. આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા અને મથામણ કરીને બાઇક બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, જે દરમિયાન યુવક ફરી એકવાર પાણીમાં પડ્યો હતો. આખરે સૌએ ભેગા મળીને બાઇકને બહાર કાઢી હતી.અહીં જોવા મળતા દ્રશ્યો સતત મનોરંજન પૂરું પડે છે આ દેશમાં આવા અનેક કિસ્સાઓ અવારનવાર જોવા મળે છે ત્યારે અહી હસવાની સાથે સાથે પાઠ પણ શીખવા જેવો છે.

- Advertisement -

આ વીડિયો આપણા દેશની બે મુખ્ય સમસ્યાઓ તરફ આંગળી ચીંધે છે એક તો રસ્તા પરના જીવલેણ ખાડા અને બીજી વાહનચાલકોની ઘોર બેદરકારી. ચોમાસામાં કે ખરાબ રસ્તાઓ પર ટ્રિપલ સવારીમાં વાહન ચલાવવું અત્યંત જોખમી છે. આવા રસ્તા પર ખાડાનો અંદાજ આવતો નથી, તેથી ક્ષણભરની લાપરવાહી મોટા અકસ્માતમાં પરિણમી શકે છે.ચોમાસા દરમિયાન કે બિસ્માર રસ્તાઓ પર હંમેશા વાહનની ગતિ ધીમી રાખો, ટ્રાફિક નિયમોનું પાલન કરો અને ક્ષમતા કરતાં વધુ સવારી (ટ્રિપલ સવારી) કરવાનું ટાળો જેથી તમારો અને પરિવારનો જીવ જોખમમાં ન મુકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular