Monday, August 31, 2026
Homeરાજ્યહાલારગોંડલ સંપ્રદાય પ્રાણ પરિવારના સાધ્વી રત્ના પૂ.સરલાજી મહાસતિજી કાળધર્મ પામ્યા

ગોંડલ સંપ્રદાય પ્રાણ પરિવારના સાધ્વી રત્ના પૂ.સરલાજી મહાસતિજી કાળધર્મ પામ્યા

ધોરાજી ચાતુર્માસમાં લાભ આપી રહેલા ગોંડલ સંપ્રદાયના સાધ્વી રત્ના પૂ.સરલાજી મહાસતિજી તા. 31ના 11:50 કલાકે સમાધિ ભાવે કાળધર્મ પામ્યા હતાં.

- Advertisement -

ગોંડલ સંપ્રદાયના અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠે જણાવ્યું કે, સરળ સ્વભાવી પૂ.સરલાબાઈ મહાસતિજીની ઉંમર લગભગ 86 વર્ષ હતી. છ દાયકા ઉપરાંત તેઓએ સંયમ જીવનનું રૂડી રીતે પાલન કર્યું હતું. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે, તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સાહેબે તેઓને કરેમિ ભંતેનો પાઠ ભણાવ્યો હતો. જય જય નંદા, જય જય ભદ્દાના જયઘોષ સાથે પાલખી યાત્રા આજે સાંજે 5:00 કલાકે ધોરાજી સંઘ ખાતેથી નીકળશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જુનાગઢના ઉદાર દિલા નટુભાઈ ચોકસીએ પૂ.સરલાજી મહાસતિજીના અનન્ય ભક્ત હતા.તેઓ પૂ.મહાસતિજીનો અવાર લાભ લેતા હતાં. ધોરાજી સંઘના સેવાભાવી શરદભાઈ દામાણી, કમલભાઈ મોદી, પંકજભાઈ દોશી આદી શ્રાવક શ્રાવિકાઓની સેવા વૈયાવચ્ચ પ્રસંશનીય રહી હતી. પૂ.સરલાજી મહાસતિજીના કાળ ધર્મથી ગોંડલ સંપ્રદાય તેમજ જિન શાસનને બહુ મોટી ખોટ પડી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular